health-insurance-premium-calculation-components

હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરી અને તેમાં સામેલ પરિબળો

શું તમે ધુમ્રપાન કરો છો કે શરાબ પીઓ છો? શું તમે 65 વર્ષ પછી હેલ્થ પોલિસી ખરીદવાનુ પ્લાન બનાવી રહ્યાં છો? જો હા હોય તો, પછી તમારે પર્સનલ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ  વધુ ભરવું પડશે. શામાટે વધુ ભરવું પડશે તે અંગે આ રહી જાણકારી.

હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરી અને તેમાં સામેલ પરિબળો

આરોગ્ય વીમા પોલિસી મેળવવા માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે નિશ્ચિત સમયગાળા દરમિયાન તબીબી સારવારના ખર્ચ સામે કવરેજની ખાતરી આપે છે. આ પ્રીમિયમની ગણતરીમાં વીમાકરણ માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે અને આથી થોડી જટિલ હોય છે. જોકે, ત્રણ અગત્યના પરિબળો જે તમારી પર્સનલ વીમા પોલિસીના પ્રીમિયમની ગતરી માટે ઉપયોગમાં લેવાય છે તે નીચે મુજબ છે:

૧. પ્રથમ છે, કવરનો સમયગાળો

૨. બીજું તમે જેના માટે કવરેજ લેવાનું પસંદ કર્યું હોય એ

૩. ત્રીજું જોખમ પરિબળ એટલે કે, તમે નિર્ધારિત અવધિમાં દાવો કરી શકશો તેની સંભાવના

અહી નીચે દરેક પરિબળોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે:

૧. કવરનો સમયગાળો

પોલિસીની મુદત પ્રીમિયમની રકમ પર અસર કરે છે, જેમ કે વધુ વર્ષોની સંખ્યા હશે તો તમારું  પ્રીમિયમ વધુ હશે. મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તમને કવરેજની અવધિ પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તમે એક થી ત્રણ વર્ષ માટે પ્લાન ખરીદી શકો છો અને અમુક સમયગાળા પછી તેને રીન્યુ કરી શકો છો.

લાંબા ગાળા માટે કવરેજ આપતી પોલિસીઓની સારી બાબત એ છે કે તેના પ્રીમિયમ પર ટકાવારીની છૂટ હોય છે  જે લાંબા ગાળા માટેની પોલિસી ખરીદીમાં મહત્વની ભૂમિકા ભજવે  છે.

૨. કવરેજ

કવરેજને મોટાભાગે ત્રણ પરિબળો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં કવરેજ પ્રકાર, ઓફર કરવામાં આવેલ લાભો અને કવરેજ રકમ અથવા વીમા રકમ. જે નીચે પ્રમાણે પ્રીમિયમ ગણતરી પર અસર કરે છે:

કવરેજનો પ્રકાર

તમે કોઈ પર્સનલ પ્લાન અથવા ફેમીલી ફ્લોટરનો વિકલ્પ પસંદ કરતા હોય કે પછી તમારા સમગ્ર પરિવાર માટે એક જ પર્સનલ પ્લાન પસંદ કરતા હોય પણ તમામ બાબત તમારા પ્રીમિયમ પર અસર કરે છે. ફેમીલી ફ્લોટર પ્લાનમાં પ્રીમિયમ ગણતરી સૌથી મોટા સભ્યની ઉંમર, આવરી લેવાયેલ સભ્યોની સંખ્યા અને એક જ પ્લાનમાં આવરી લેવાયેલ વયસ્કો અને બાળકોની સંખ્યા વગેરે પર આધારિત હોય છે.

પર્સનલ પ્લાન વીમેદાર સભ્યની ઉંમરને પણ ધ્યાનમાં લે છે. જ્યારે તમે સમગ્ર પરિવાર માટે એક પર્સનલ પ્લાન ખરીદો છો, ત્યારે તમને એક જ પોલિસી સાથે એક કરતાં વધુ પરિવારના સભ્યને આવરી લીધા પછી પણ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કિસ્સામાં, તમે પ્રીમિયમ તરીકે જે નાણાં ચૂકવો છો તેની ગણતરી આ પ્લાનમાં સામેલ વ્યક્તિગત સભ્યોની ઉંમરના આધારે  કરવામાં આવશે.

ફાયદાઓની સંખ્યા

તમારી પોલિસીમાં આપેલ લાભોની સંખ્યા તમારા પ્રીમિયમ પર સીધી અસર કરે છે. જો તમારા પ્લાનમાં વધુ લાભ હોય તો તમારે વધારે પ્રીમિયમ આપવું પડશે. તેથી તમારી પસંદગી કરીને માત્ર આવશ્યક લાભો જ લેવા જોઈએ.તમારે જોઈતા યોગ્ય લાભોની પસંદગી કરવા વિવિધ આરોગ્ય વીમા પ્લાનઓની તુલના કરો. જયારે વધારાના લાભની જરૂર ના હોય ત્યારે તેનું પ્રીમિયમ ચૂકવવાનું ટાળો. ઉદાહરણ તરીકે, જો તમે ભવિષ્યમાં બાળકો ઈચ્છતા ના હોય તો તમારે મેટરનીટી કવર સાથેનો પ્લાન ના ખરીદવો જોઈએ.

કવરેજની રકમ અથવા વીમાની રકમ

વીમા કવર અથવા તમે પસંદ કરેલ વીમાની રકમ તમારા પ્રીમિયમ પર સીધી અસર કરે છે. જેટલી વધુ વીમા રકમ હશે એટલું જ વધુ પ્રીમિયમ હશે. ઉંચી વીમા રકમ આવરી લેવા માટે ઓછુ પ્રીમિયમ ચૂકવતી વખતે, મૂળભૂત પ્લાન સાથે સુપર ટોપ-અપ પ્લાન ખરીદવો. સુપર ટોપ-અપ પ્લાન્સ તમને પ્રમાણમાં ઓછા પ્રીમિયમ પર મોટું કવરેજ મેળવવામાં મદદ કરશે.

૩. જોખમ

જોખમ એ દાવાની સંભાવનાને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતો શબ્દ છે. ઊંચું જોખમ ધરાવતા વ્યક્તિની દાવાની શક્યતા વધુ હોય છે, જ્યારે ઓછા જોખમને લીધે દાવાની શક્યતા ઓછી હોય છે. જોખમ તરીકે ગણવામાં આવતા પરિબળોમાં નીચે પ્રમાણે સામેલ છે.

પ્રવેશની ઉમર

પોલિસીની ખરીદીના સમયે અથવા રીન્યુઅલની તારીખે ઉમર પ્રીમિયમ પર અસર કરે છે આથી તે સમયે જેટલી તમારી ઉમર વધુ હશે તેટલા વધુ નાણા તમારે ચુકવવા પડશે. જો તમે જોયું હશે તો તમને ખબર જ હશે 25 વર્ષની વયે  પોલિસી ખરીદનાર તંદુરસ્ત વ્યક્તિનું પ્રીમિયમ 40 વર્ષની ઉંમરે પોલિસી ખરીદનારથી નીચું છે કારણકે ઉમર વધતા બીમારીના જોખમ પણ ઊંચા રહે છે. નાની વ્યક્તિની સરખામણીમાં વૃદ્ધ વ્યક્તિને સ્વાસ્થ્યની સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે.

પહેલેથી જ ચાલુ બીમારીની સ્થિતિ  

પહેલેથી જ ચાલુ બીમારીની સ્થિતિ એ એવી તબીબી સ્થિતિ છે જે પોલિસી ખરીદવા સમયે અથવા તે પહેલાં હોય છે.  આ સ્થિતિની તમારી પોલિસીના પ્રીમિયમ પર મોટી અસર પડે છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર કેટલાક ખૂબ જ સામાન્ય પહેલેથી જ ચાલુ બીમારીની સ્થિતિ  છે. વીમા કંપનીઓ આવી તબીબી સ્થિતિવાળી વ્યક્તિઓને જોખમ ગણે છે. આથી, સામાન્ય રીતે, વીમા કંપનીઓ પહેલેથી જ ચાલુ બીમારીની સ્થિતિ  વાળી વ્યક્તિઓના પ્રીમિયમની કિંમતમાં વધારો કરે છે. જોકે, જેઓની તબીબી સ્થિતિ પહેલેથી જ ગંભીર હોય તેઓને વીમા કંપનીઓ પોલિસી આપવાનું નકારી પણ શકે છે.

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી

જોખમ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા એક પરિબળમાં આપની જીવનશૈલી છે. બિનઆરોગ્યપ્રદ   જીવનશૈલીની  આદતો જેનો નીચે ઉલ્લેખ કર્યો છે  તેને ઊંચું જોખમ ગણવામાં આવે છે:

ધુમ્રપાન અને મદ્યપાન

જે વ્યક્તિઓ નિયમિત રીતે ધુમ્રપાન અને મદ્યપાન કરે છે તેઓ વીમા કંપનીઓ માટે ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો છે કારણકે તેઓ કેન્સર, યકૃત સિર્રોસિસ, બ્લડ પ્રેશર, વગેરે જેવી ક્રોનિક અને ગંભીર બીમારીઓ માટે સંવેદનશીલ સાબિત થયા છે. વીમા કંપની તમારા તમાકુના વપરાશ, ધૂમ્રપાન અને શરાબ પીવાના ઇતિહાસ પર આધાર રાખીને  પ્રીમિયમને વધારી શકે છે.

બોડી માસ ઇન્ડેક્સ (BMI)

જાડાપણું તમને ઉચ્ચ જોખમવાળા ઝોનમાં મૂકે છે, કારણકે મેદસ્વી લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર બિમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધુ હોવાનું સાબિત થયું છે. જેનો બોડી માસ ઇન્ડેક્સ 18 કરતા વધારે હોય તેવી વ્યક્તિઓને તેઓના વીમા પ્રીમિયમ વધારે હોય છે. આ ઉપરાંત જો તમારો બીએમઆઈ(BMI) ૨૫ અથવા તેથી વધારે હોય તો તમને વીમા કંપની ના પણ પાડી શકે છે.

પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ નાણાકીય રક્ષણની ખાતરી કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. તેથી જો તમે પસંદગી કરતી વખતે સાવચેતી રાખતા હો, તો તમને પ્રીમિયમની ચિંતા ઓછી રહેશે.

પાર્ટિગ ટીપ્સ

યાદ રાખવાની કેટલીક બાબતો:

વધારના કવરને ટાળો –

ફક્ત આવશ્યક હોય એ લાભો માટે જ ચૂકવો નહિ કે જેટલું સારું લાગે તે સમાવી લો. ઉદાહરણ તરીકે, સુપર ટોપ-અપ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા પરિવારના યુવાનોને તેની જરૂર ન પણ પડે. યોગ્ય કવર માટેનું આયોજન તમારા પ્રીમિયમને બચાવશે જ્યારે સરખામણી યોગ્ય રીતે કરવાથી શ્રેષ્ઠ પોલિસી તમે મેળવી શકશો.

ફેમીલી ફ્લોટર ખરીદો

જો તમારા કુટુંબમાં બાળકો હોય તો ફેમીલી ફ્લોટર પ્લાન્સ પ્રિમીયમ ઘટાડે છે. જોકે, કૃપા કરીને અહીં  સાવચેત પણ રહો કારણકે જો તમે વરિષ્ઠ સભ્યોને ઉમેરતા હશો તો આ પ્લાન વધુ મોંઘો પણ પડી શકે. કારણકે જો તમે તમારા પરિવારના સભ્યોને કોઈપણ આરોગ્ય સ્થિતિને પણ આવરી રહ્યાં છો, તો તમારા પ્રીમિયમમાં વધારો થશે.

અમને ખબર છે કે તમે યોગ્ય પસંદગી કરીને તમારા નાણા બચાવી શકશો. અમારી ભલામણ કરેલ પોસ્ટ્સની યાદી વાંચો અને અમને જણાવો કે અમે તમારી શું મદદ કરી શકીએ.

વાંચવા બદલ આપનો  ખુબ આભાર!