Individual or Family Floater Health Insurance Which Is the Best Option-

વ્યક્તિગત કે પછી ફેમીલી ફ્લોટર હેલ્થ વીમા યોજના? સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

ફેમીલી ફ્લોટર્સ અને વ્યક્તિગત યોજનાઓ દરેકને પોતાના અનન્ય ફાયદા છે. પસંદગી મુશ્કેલ છે. આથી પસંદગી કરતા પહેલાં આ માર્ગદર્શિકા તપાસો.

વ્યક્તિગત કે પછી ફેમીલી ફ્લોટર હેલ્થ વીમા યોજના? સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

અકસ્માતો, માંદગી અને રોગો કોઈપણ ચેતવણી આપ્યા વગર જ આવે છે. અને જ્યારે પણ તેઓ આવે છે, તો વાવાઝોડાની જેમ તમારી સંપૂર્ણ બચતને સાફ કરી નાખે  છે. પરિણામે તમે નાણાકીય રીતે સાવ ધોવાઇ જાવ છો અને ભારે ભાવનાત્મક અને ભૌતિક તણાવમાં ડૂબી જાવ છો. આવા કિસ્સાઓમાં તમે બીજાઓ પર નાણાકીય રીતે નિર્ભર રહો એવી પણ સંભાવના છે. તેથી આપણે બધાએ યોગ્ય આરોગ્ય વીમો લેવો જરૂરી છે. પરંતુ શું તમારે વ્યક્તિગત યોજનાઓ અપનાવવી જોઈએ કે પછી ફેમીલી ફ્લોટર અપનાવવું જોઈએ? ચાલો તમને થોડું માર્ગદર્શન આપીએ.

વ્યક્તિગત યોજનાના ફાયદાઓ

પોતાના નામ પ્રમાણે જ, વ્યક્તિગત આરોગ્ય વીમો એક વ્યક્તિને આવરી લે છે. તમારું પ્રીમિયમ માત્ર તમારા વળતર માટે જ ચૂકવવામાં આવે છે.

કેશલેસ કલેઈમ સર્વિસ

વીમાના આ પ્રકાર સાથે તમે કેશલેસ કલેઈમ સર્વિસ ફ્રી મેળવી શકો છો. વીમા પૉલિસીમાં યાદી થયેલ નેટવર્કમાં હોસ્પિટલો સામેલ છે. આ વીમો તમને તબીબી સેવાઓ માટે કેશલેસ લાભો પૂરા પાડશે. તમારે આ હોસ્પિટલમાં નાણા ચૂકવવાની જરૂર નથી.

હોસ્પિટલમાં દૈનિક ભથ્થું

વ્યક્તિગત યોજનાઓમાં હોસ્પિટલમાં દાખલ થયાના દિવસથી ભથ્થા મળવાની પણ જોગવાઈઓ હોય છે. તે સૂચવે છે કે એક પૉલિસી ધારક તરીકે, તમને દૈનિક ભથ્થું મળે છે. જોકે, તે દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ન્યૂનતમ દિવસો માટે જ લાગુ પડે છે.આ બબત દરેક પોલિસી મુજબ બદલાય છે.

કરવેરા લાભો

આઈઆરડીએ મુજબ, તમે ચૂકવણી કરેલ પ્રીમિયમ પર તમને કરવેરા લાભો મળી શકે છે. જે આવકવેરા ધારાની કલમ 80 ડી હેઠળ આવે છે.

પરંતુ નીચે મુજબના મુદ્દા પણ જોઈ લો:

૧. મોટાભાગની વ્યક્તિગત આરોગ્ય યોજનાઓમાં લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

૨. આ ઉપરાંત, તેઓ વધારે મોંઘી હોઈ શકે છે. જેથી કમાનાર મુખ્ય વ્યક્તિ પર વધુ નાણાકીય દબાણ છે. જો દરેક સભ્યની અલગ યોજના હોય તો  ખર્ચમાં ભારે વધારો થાય છે.

૩. તમે પરિવારના અન્ય સભ્યો સાથે તમારા કલેઈમના લાભોને ટ્રાન્સફર અથવા શેર કરી શકતા નથી.

ફેમીલી ફ્લોટર યોજનાના ફાયદાઓ

પારિવારિક ફ્લોટર યોજનાઓ એક પરિવારની એક પોલિસીના ખ્યાલ પર આધારિત છે.તેથી એક જ પરિવારના અલગ સભ્યોને એક જ હેલ્થ પોલિસી અંતર્ગત આવરી શકાય છે. તેથી બહુવિધ યોજનાઓને બદલે એક જ સામાન્ય યોજના બધા પરિવારના સભ્યો માટે ઉપલબ્ધ છે.

ઉંચી વીમા રકમ

ફેમીલી ફ્લોટર યોજનાઓ તમને વધુ વીમો અથવા વધુ દાવાની રકમનો લાભ આપે છે. વ્યક્તિગત વીમા પૉલિસીની સરખામણીએ, ફેમીલી ફ્લોટર  યોજનાઓ ઉચ્ચ વીમાં રકમ આપે છે. દાખલા તરીકે, તમે ૪ સભ્યો માટે રૂ.૫ લાખની પોલિસી લો તેના કરતા રૂ. 20 લાખની ફલોટર યોજના વધુ સારી છે. કારણકે તેમાં પરિવારના બધા સભ્યો વચ્ચે રકમ વહેચી શકાય છે.

ઉદાહરણ તરીકે, જો એક સભ્યને ગંભીર અકસ્માત થયો હતો. આથી ૧૦ લાખ રૂપિયાનો દાવો કર્યો. તમારી વીમા કંપની આ રકમ આપશે. આ કિસ્સામાં રૂ. ૧૦ લાખ હજુ બાકીના વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.

તમારા કુટુંબને સ્વાસ્થ્યની કિંમત ચૂકવવા ન દો! તેઓ માટે સુરક્ષિત આરોગ્ય વીમા યોજના ખરીદો!

બધા સભ્યોને કવર કરે છે

આ યોજના તમારા જીવનસાથી, બાળકો,ભાઈ બહેન, માતા પિતા બધાને આવરી લે છે. કેટલાક કિસ્સાઓમાં, સાસુ –સસરા જેવા વિસ્તૃત પરિવાર પણ આવરી લેવામાં આવે છે. તમારી પોલિસી માર્ગદર્શિકા મુજબ તમે આ યોજનામાં નવા સભ્યો પણ ઉમેરી શકો છો. 

કરવેરા લાભો

વ્યક્તિગત યોજનાઓની જેમ જ, આવકવેરા ધારાની કલમ 80 ડી હેઠળ કર કપાતથી પણ તમને લાભ થાય છે. અહીં એક વધારાનો ફાયદો એ છે કે જો તમે તમારા માતાપિતાની પોલિસી માટે પણ ચૂકવણી કરો છો તો તમને બમણો કરવેરા લાભ મળશે. 

વિશાળ  મેડિકલ કવરેજ

આ યોજના મુજબ તમારા પરિવારને શ્રેષ્ઠ તબીબી કવરેજ મળે છે. વ્યાપક કવરેજમાં તબીબી પ્રક્રિયા ખર્ચ, હોસ્પિટલમાં દાખલ ફી, ડૉકટર ની કન્સલ્ટેશન, હોસ્પિટલ સ્ટાફ કેર, એમ્બ્યુલન્સ કવર અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. તમને વધારાના લાભો પણ મળી શકે છે જેમ કે મફત તબીબી તપાસ. આ ઉપરાંત  અન્ય લાભો-

  • તમારા સમગ્ર પરિવાર માટે વધુ ડિસ્કાઉન્ટ અને લાભો મેળવો
  • કેટલાક કિસ્સાઓમાં, સાતત્યપૂર્ણ કૌટુંબિક કવર પણ આપવામાં આવે છે. અહીં સમગ્ર પરિવારને લગભગ બે વર્ષ માટે આવરી લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્રીમિયમમાં કોઈ વધારો પણ નહિ કરવામાં આવે.

પરંતુ નીચે મુજબના મુદ્દા પણ જોઈ લો.

  • જયારે વરિષ્ઠ સભ્યો રીન્યુઅલની મહત્તમ વય સુધી પહોચે પછી જ પોલિસી રીન્યુ થાય છે. ધારો કે તે ચોક્કસ વીમા કંપની માટે 60 વર્ષ છે. આ કિસ્સામાં, વરિષ્ઠ સભ્યને એક અલગ પોલિસી લેવી પડે છે.
  • આ ઉપરાંત, એકવાર તમારા બાળકો 25 વર્ષની ઉંમરે પહોંચે પછી (સામાન્ય રીતે) તેમને અલગ પોલિસીઓ ખરીદવી પડશે. આ, અલબત્ત, દરેક વીમા કંપની મુજબ અલગ પડે છે.

આદર્શ રીતે, શ્રેષ્ઠ લાભ મેળવવા  મોટા ભાગના પરિવારો આ બે યોજનાઓનું સંયોજન લે છે. તમે નાના સભ્યો, ખાસ કરીને તમારા બાળકો માટે ફેમીલી ફ્લોટર લઈ શકો છો. માતાપિતા અને વરિષ્ઠ નાગરિકો માટે, કોઈપણ વ્યક્તિગત અથવા વરિષ્ઠ નાગરિક યોજના અહીં લઈ શકાય છે. આ રીતે, તમે ઓછા ખર્ચ સાથે મહત્તમ કવરેજ મેળવી શકો છો.